પાટણ(Patan) કોંગ્રેસના ધારાસભ્ય ભૂલ્યા ભાન. કિરીટ પટેલ દ્વારા કોરોના ગાઈડલાઈનના ઉડાવ્યા ધજાગરા. કિરીટ પટેલ સહિત ગ્રામજનો માસ્ક વગર અને સોશીયલ ડિસ્ટન્સ(Social Distance) વગર જોવા મળ્યા હતા.
પાટણ તાલુકાના નોરતા ગામે કોરોના ભુલાયો હતો. પાટણ ધારાસભ્ય રોડના ખાતમુહૂર્તમાં કોરોનાની ગાઈડલાઈનનું ભાન ભુલ્યા હતા. સમગ્ર જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે આ ભીડ કોરોનાનું સંક્રમણ વધારી શકે તેમ છે.
તો પાટણ જિલ્લામાં રોજે રોજ ર૦૦થી વધુ કોરોના(corona)ના કેસો નોંધાઈ રહયા હોવા છતાં પાટણના ધારાસભ્ય કોરોનાનું ભાન ભુલતાં વિવાદમાં આવ્યા હતા.