દેશ માં કે રાજ્ય માં પુર ,આગ ભૂકંપ જેવી કુદરતી આફતો સામે પ્રજા ને રક્ષણ મળે તેમજ ઓછી જાનહાનિ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક ખાસ વિભાગ NDRF કામ કરી રહી છે.
આ ટીમ દ્વારા વખતો વખત મોકડ્રિલ કરવા માં આવતી હોય છે અને અલગ અલગ વિષય પર કામ થતું હોય છે ત્યારે પાટણ માં ઐતિહાસિક રાણી ની વાવ કે અન્ય ઐતિહાસિક સ્થળે કુદરતી હોનારત માં ભૂકંપ આવે તો પ્રવાસીઓ ને કેવી રીતે સહી સલામત બહાર કાઢવા તે અંગે ની એક મોકડ્રીલ યોજાઈ હતી
પાટણ વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ 108 સહિત ઈમરજન્સી માં કામ આવે તેવી તમામ એજન્સી ને સાથે રાખી મોકડ્રિલ યોજાઈ હતી
મોકડ્રિલ દરમ્યાન રાણી ની વાવ જોવા આવેલ પ્રવાસીઓ રોમાંચિત થયા હતા અને સમગ્ર ટીમ ની કામગીરી ને વખાણી હતી.