હાર્દિક રમેશભાઈ સુથાર નામના 25 વર્ષનાં યુવાનને દારૂ તેમજ ડ્રગ્સ લેવાની લત હતી. જેથી પરિવારે હાર્દિકને સુધારવા માટે છ મહિના પહેલા પાટણ ખાતે જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં હાર્દિકની ત્યાં હત્યા કરવામાં આવી હતી અને જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકો હત્યાને કુદરતી મોતમાં ખપાવવાની કોશિશ કરતા હતા. પરંતુ પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ખબર પડી કે સંચાલકો દ્વારા હાર્દિકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને કારણે હાર્દિકનું મોત થયું હતુ. હાલ સમગ્ર મામલે પોલીસે 7 આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે સમગ્ર ઘટનાને લઈ CCTV આવ્યા સામે આવ્યા છે.
પોલીસે CCTV ચેક કરતાં મામલો સામે આવ્યો
મૃતક હાર્દિક સુથાર નશાની લત વાળો હોવાને કારણે તેના પિતા પણ ઘર છોડી જતા રહ્યા હતા અને સામાજિક રીતે તેના જોડે કોઈ સંબંધ રાખતુ ન હોવાને કારણે તેના મોત અંગે કોઈને શંકાઓ ગઈ નહોતી અને આખો મામલો દબાઈ જવાની સંભાવનાઓ હતી, પરંતુ પી. આઈ. મેહુલ પટેલે નશામુક્તિ કેન્દ્રના સીસીટીવી ફૂટેજ ચકાસતાં સંચાલક સંદિપ પટેલ અને મળતીયાઓ હાર્દિકના હાથ પગ બાંધીને માર મારતા હોવાના ફુટેજ મળી આવ્યા હતા. સમગ્ર મામલો બહાર આવતાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ યુવકે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, જેથી અન્ય દર્દી આવું ન કરે જેથી આરોપીઓએ મારમાર્યો હતો.
પોલીસે 7 આરોપી પૈકી 6ની ધરપકડ કરી
- સંદિપ છગનભાઈ પટેલ (રહે, કમલીવાડા, તા.જી. પાટણ, જયોના નશામુક્તિ કેન્દ્રનો સંચાલક)
- જીતુ સાવલીયા પટેલ (રહે. ભાવનગર)
- જૈનિષ (રહે, સુરત)
- ગૌરવ માછીમાર (રહે. સુરત)
- મહેશ રાઠોડ નાયી (રહે. પાલનપુર)
- જયેશ ચૌધરી (રહે. નગાણા, તા. વડગામ)
- નિતીન ચૌધરી (રહે ચાંગા તા. વડગામ)
હત્યાનો મામલો
વાત વિગતે કરીએ તો મહેસાણા જિલ્લાના મોટીદવ ગામના હાર્દિક રમેશભાઈ સુથાર નામના 25 વર્ષનાં યુવાનને દારૂ તેમજ ડ્રગ્સ લેવાની લત હતી જેથી પરિવારે હાર્દિકને સુધારવા માટે આજથી છ મહિના પહેલા પાટણના નવજીવન સામે આવેલ સરદાર કોમ્પલેક્ષમાં ચાલતા જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિકના પરિવારને આશા હતી કે અમારા દીકરાને જૂના વ્યસન મુક્તિ કેન્દ્રમાં વ્યસન મુક્તિ મળશે અને તે સ્વસ્થ અને સારો વ્યસન મુક્ત થઈ પાછો ઘરે ફરશે આશાઓ અને અપેક્ષાઓ ઉપર ગત 17 ફેબ્રુઆરીએ પાણી ફરી ભર્યું. પરિવારને ફોન આવ્યો કે તમારો દીકરા હાર્દિકને લો બીપી થઈ ગયું છે અને તે સિરિયસ છે તમે જલ્દી પાટણ આવો તેઓ સંચાલકો દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. પરિવાર પાટણ આવ્યો ત્યારે હાર્દિકનો મૃતદેહ ઈક્કો ગાડીમાં પડ્યો હતો. હાથે પાટો હતો અને પાટણના હરિહર સ્મશાન બહાર પડેલી ઇકો ગાડીમાં લાસ બાબતે પરિવારે પૂછતા સંચાલકોએ જણાવ્યું હતું કે હાર્દિકને લો બીપી થતા તેનું કુદરતી મોત નિપજ્યું છે પરિવાર પણ સંચાલકોની વાત માની ગયો અને હાર્દિકની લાશ ની અંતિમ વિધિ કરી નાખી હતી.
પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી:-
ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ઉપરોકત ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉપરોકત ગુનાની તપાસ કરી સત્વરે આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ જે આધારે એલ.સી.બી પાટણ તથા પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે.ની જુદી-જુદી પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ અને પાટણ સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલ જ્યોના નશામુક્તિ કેન્દ્રમાં લગાવેલ સી.સી.ટી.વી. ફુટેજ તપાસવામાં આવેલ જેમા બનાવ સમયના સીસીટીવી ફુટેજ જોતા તા.૧૭/૦૨/૨૦૨૩ના કલાક-૧૮/૪૬ વાગે થી ૧૯/૧૫ વાગે સુધી નશામુક્તિ કેન્દ્રના સંચાલક સંદિપભાઈ છગનભાઈ પટેલ રહેવાસી-કમલીવાડા તા.જી.પાટણ વાળા સાથે કેન્દ્રમાં હાજર બીજા પાંચ થી સાત ઈસમોએ સફેદ પાઈપ તેમજ ગડદાપાટુથી હાર્દિક રમેશભાઈ સુથાર ના હાથ પગ દોરડા થી બાંધી તેના શરીરે આડેધડ ઢોર માર મારેલ હોય જેથી હાર્દિક રમેશભાઈ સુથારનુ મૃત્યુ માર મારવાથી થયેલ હોવાની હકિકત ફલીત થયેલ અને આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ સુરત, નવસારી, બનાસકાંઠા, મહેસાણા એમ જુદા જુદા જિલ્લાઓના હોઇ અને બનાવ બાદ આરોપીઓ નશામુક્તિ કેન્દ્રમાંથી નાસી પોત પોતાના વતનમાં જતા રહેલ હોઇ તમામ ટીમો પોતાની આગવી સુઝબુઝથી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને સત્વરે પકડી પાડેલ છે. અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સખતમાં સખત સજા થાયે તે સારૂ ફોરેન્સિક પુરાવા તથા સી.સી.ટી.વી ફુટેજ તેમજ નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો જેવા પુરાવા એકત્રીત કરી આગળની તપાસ શ્રી એમ.એ પટેલ, પોલીસ ઇન્સપેક્ટર પાટણ સીટી બી ડિવી નાઓ ચલાવી રહેલ છે
આમ પાટણ પોલીસ દ્રારા આરોપીઓએ કૃતા પુર્વક કરેલ ખુનના ગુનાને કુદરતી મોતમાં ખપાવી દેવાના ગંભીર ગુનાને મજબુત બાતમી તંત્ર તથા સતર્કતાના કારણે ગુનાનો ભેદ ઉકેલવા પામેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગત:-
(૧) આર.કે. અમીન પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી પાટણ તથા તેમની ટીમ
(૨) એમ.એ.પટેલ પોલીસ ઇન્સપેકટર પાટણ સીટી બી ડીવી પો.સ્ટે તથા તેમની ટીમ
(૩) કે.બી.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેકટર મીસીંગ સેલ પાટણ તથા તેમની ટીમ
(૪) એચ.ડી.મકવાણા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. પાટણ તથા તેમની ટીમ