સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. પાટણ જિલ્લાના તમામ તાલુકાઆેમાં સાર્વિત્રક વરસાદ થતાં નદીનાળા અને તળાવોમાં વરસાદી પાણીનો આવરો જોવા મળી રહ્યો છે.
ત્યારે તાજેતરમાં જ સિદ્ઘપુર સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાટણની સરસ્વતી નદીમાં પ્રથમવાર બંને કાંઠે પાણી જોવા મળ્યું હતું.
હાલમાં સરસ્વતી નદીમાં ૪૦૦ ક્યુસેક પાણી ગતરોજ રાિત્રના સમયે આવતા ડેમનો પ્રથમ દરવાજો ખોલી નદીનું પાણી હેડ વાસમાં છોડવામાં આવી રહ્યું છે અને પટ વિસ્તારના લોકોને આસપાસ ન ફરવા સરસ્વતી બેરેજના અધિકારીએ સૂચના આપી છે.
પાટણની કોરી ભટ્ટ સરસ્વતી નદીમાં અગાઉ ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદના કારણે નર્મદાની જળ સપાટીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલ મારફતે પાટણની સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું,
ત્યારે ગતરોજ પાટણ જિલ્લાના સિદ્ઘપુર પંથકમાં પડેલા મુશળધાર વરસાદના કારણે અમરદસીમાં પાણી આવતાં ૪૦૦ ક્યુસેક પાણીની આવક સરસ્વતી નદીમાં આવતા સરસ્વતી નદી બેરેજના પ્રથમ દરવાજાને ખોલી પાણીના પ્રવાહને આગળના હેડ વાસમાં છોડવામાં આવ્યું છે.
જેને લઇને હેડવાસમાં રહેતા લોકોને અવર-જવરમાં ધ્યાન રાખવા સૂચન કરાયું છે. હાલમાં સરસ્વતી નદીમાં ધસમસતા પ્રવાહને લઇ પાણીની સપાટી ર૭૪ ફૂટ નોંધવા પામી છે.
નાયબ કાર્યપાલક ઈજનેર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે. સિદ્ઘપુર પંથકમાં ભારે વરસાદ થતાં અમર્દશી નદીમાં પાણી આવતાં રાત્રે ૧૦ વાગે સરસ્વતી બેરેજમાં પાણી આવ્યું હતું. જે આજે સાવરે ૧૦ વાગે ૪૦૦ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું પહેલાં સુજલમ સુફલામ કેનાલનું ર૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
જેમાં ર૦૦ કયુસેકનો વધારો કરી હેડવાસમાં છોડવામાં આવ્યું છે. જેથી નદીની આસપાસ માં નીકળતા ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવી હતી.