પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કૌભાંડ મામલો – Patan North Gujarat University scam
- યુનિવર્સિટીમાં થયેલ કૌભાંડ બાબતે સી એમ વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા
- આ બાબત ની તપાસ પકજ કુમાર ને સોંપાઈ છે
- આ કૌભાંડ માં કોઈ પણ ચબર બધી ને નહિ છોડવા માં આવે
- જે કોઈ પણ વ્યક્તિએ ગડબડ કરી હશે તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરાશે
- આ કૌભાંડ ની વાઇસ ચાન્સલર, સેનેટ સભ્ય તેમજ કોઈ પણ સભ્ય હોય તેને નહિ છોડવામાં આવે
- સરકારે આ મુદ્દા ને ગભીરતા થી લીધી છે
- આ કૌભાંડ માં કોઈ પણ રાજકીય આગેવાન હશે તો પણ નહીં છોડવામાં આવે…..
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચર્ચિત ઉત્તરવહીકૌભાંડ અંગે સુજલામ સુફલામ જળ અભિયાન- 2021ના ચોથા તબક્કાનો પ્રારંભ કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આ કૌભાંડની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ આપવા માટે પકંજ કુમારને જણાવાયું છે. રિપોર્ટના અંતે જે કોઇપણ જવાબદાર હશે એ પછી વાઇસ-ચાન્સેલર હોય કે સેનેટ સભ્ય, કોઇને પણ છોડવામાં આવશે નહીં.