જિલ્લામાં કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રિત કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

પોસ્ટ કેવી લાગી?

Patan

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવાના હેતુથી ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ અન્વયે જિલ્લા (Patan) મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા વિવિધ સુચનાઓ સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વધતા જઈ રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાને લઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધ ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ-૨૦૨૦ તેમજ તે અન્વયે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સાથે જ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની સુચના અનુસાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,૧૯૭૩ ની કલમ ૧૪૪, ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ-૨૦૨૦ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૪ અન્વયે મળેલ અધિકાર અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જે મુજબ તમામ વ્યક્તિઓ જ્યારે તેઓ જાહેર સ્થળોએ, કામના સ્થળોએ અને પરિવહનમાં હોય ત્યારે ફરજિયાતપણે માસ્ક પહેરવું જોઈશે અથવા હાથરૂમાલ કે મોંઢા અને નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કપડાથી મોંઢુ અને નાક ઢાંકી રાખવાનું રહેશે. અન્યથા રૂ.૧,૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવશે.

વધુમાં, તમામ વ્યક્તિઓએ જાહેર સ્થળોએ ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર(દો ગજ કી દૂરી) ફરજીયાતપણે જાળવવાનું રહેશે. દુકાનદારોએ ગ્રાહકો વચ્ચે શારિરીક અંતર જળવાય રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. સાથે સાથે પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ જાહેર સ્થળોએ તેમજ કામકાજના સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ છે. કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતો જણાશે તો તે બદલ રૂ.૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવશે.

આ પણ જુઓ : PM મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોના રસી અંગે આપી મહત્વની જાણકારી

આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૦થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાની જોગવાઈઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ-૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયના વખતો વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે. કેન્દ્ર સરકારના તા.૨૫/૧૧/૨૦૨૦ના હુકમ સાથેના એનેક્ષર-૧માં જણાવવામાં આવેલા ધ નેશનલ ડિરેક્ટીવ્ઝ ફોર કોવિડ-૧૯નું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામામાં આપવમાં આવેલ છુટછાટ સબંધમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા.૨૫/૧૧/૨૦૨૦ અને ત્યારબાદની અંગ્રેજી ગાઈડલાઈનનું અર્થઘટન માન્ય રહેશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures