પાટણ નગરપાલિકા ખાતે ગતરોજ સાંજે પાલિકાના સભાખંડ ખાતે નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશભાઇ પ્રજાપતિના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારે બાંધકામ અને વોટર વર્કસના કર્મચારીઓએ પાલિકાના ઉપપ્રમુખની લાગણી અને સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ તેઓ દવારા કેક લાવવામાં આવી હતી અને સભાખંડ ખાતે પ્રથમ કેક કાપીને ધર્મેશભાઈના જન્મદિનની ઉજવણી એકબીજાનું મોઢુ મીઠુ કરાવી કરવામાં આવી હતી.

જેમાં પાટણ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપતા બાંધકામ અને વોટરવર્કસ ના કર્મચારીઆેને નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા વીમા કવચ આપવામાં આવ્યા હતા. આ સાથે સાથે ઉપપ્રમુખ ધર્મેશભાઇ પ્રજાપતિએ આજના યુવાનોને ખાસ અપીલ કરી હતી.

અને પોતાનો જન્મદિવસ પાટીઆે કરીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ના કરીને જન્મદિવસ નિમિતે સેવાકીય પ્રવૃતિઆે દ્વારા ઉજવણી કરી સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી થઈ ગણાશે એવું તેમને જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ કારોબારી ચેરમેન અરિવદભાઇ પટેલ કોપોરેટર શૈલેષભાઈ પટેલ હરેશભાઈ મોદી દીક્ષિત પટેલ, સહિત મોટી સંખ્યામાં નગરપાલિકાના કોપોરેટર અને કર્મચારીઆેએ પણ પાલિકાના ઉપપ્રમુખને જન્મ દિવસની શુભેચ્છાઓ બુકે દવારા પાઠવી હતી.

આ પ્રસંગે કોપોરેટર શૈલેષ પટેલ સહિત પાલિકા પ્રમુખે પાલિકાના ઉપપ્રમુખના જન્મદિને સેવાકીય કર્યો કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવી તેઓને જન્મદિનની શુભકામનાઓ વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024