પાટણ નગરપાલિકાની વાહનશાખા કેમ્પસમાં આડેધડ પાર્કિંગ કરાતા વાહનોનાં કારણે આગ જેવી આપત્તિના સમયે ફાયર ફાયટરનાં વાહનને બહાર કાઢવામાં આ વાહનો અડચણરૂપ બનતા હોય ત્યારે વાહન શાખા વિભાગ આગળ પાક કરવામાં આવતાં વાહનો પાલિકા સત્તાધીશો દ્વારા વાહન પાર્કિંગમાં સુવ્યવસ્થિતિ રીતે પાર્ક કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પાટણ નગરપાલિકા ખાતે વિવિધ કામ અર્થે આવતા અરજદારો સહિત નગરપાલિકાની વિવિધ શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પોતાના વાહનોને પાર્કિંગ શેડમાં મુકવાને બદલે વાહન શાખા કેમ્પસમાં કે જયાં આ શાખાના વિવિધ પ્રકારનાં વાહનો મુકવામાં આવે છે.
જેમાં ખાસ કરીને ફાયર સેફટીના વાહનોની આસપાસ આડેધડ પાર્ક કરેલા બાઇકોને કારણે શહેરમાં કોઇ ઓચિંતી આગની દુર્ઘટના બને તે સમયે ફાયર ફાઇટર સહિતના અન્ય વાહનોને કેવી રીતે બહાર કાઢવા તે એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.
વાહન શાખા કેમ્પસમાં આડે ધડ મુકવામાં આવતા વાહનોના કારણે ઓચિંતી આપત્તિની ઘટના સર્જાય તે સમયે ફાયર ફાઇટરનું વાહન કેવી રીતે બહાર નીકળી શકે તે એક પ્રશ્ન છે ત્યારે નગરપાલિકા દ્વારા પાલિકામાં કામ અર્થે આવતા અરજદારો તેમજ વિવિધ શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના વાહનો પાર્કિંગ શેડમાં જ પાર્ક કરે તેવી ફરજ પાલિકા સત્તાધીશો દ્વારા પાડવામાં આવે જેથી આપત્તિ સમયે આડેધડ પાર્ક કરવામાં આવતાં વાહનો નાં કારણે કોઈ મુશ્કેલી ન સર્જાયતેવી માંગ ઉઠવા પામી છે.