પાટણ શહેરમાં મોબાઈલ નેટવર્ક સુચારુરુપે ઉપલબ્ધ રહે તે માટે વિવિધ મોબાઈલ કંપનીઓએ પાટણ શહેરનાં વિભિન્ન વિસ્તારોમાં પોતાના ટાવરો ઉભા કર્યાંછે જે પૈકી જાહેર સરકારી જગ્યા, ઉંચી અગાસીઓ, ધાબા, ટેરેસ ઉપર, ખાનગી પ્લોટમાં, બગીચામાં આવા અલગ અલગ કંપનીનાં ૯પ જેટલા ટાવરો ઉભા કરાયા છે જેમાં સૌથી વધુ જીઓ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરનાં છે એ ઉપરાંત વોડાફોન, આઈડીયા તથા એરટેલ સહિત અન્ય કંપનીઓના પણ ટાવરો છે.

કંપનીઓ પોતાનાં ટાવરો ઉભા કરવા ઉપરાંત પોતાના બ્રોડબેન્ડ કેબલ વાયરો પણ પાટણની જમીનમાં નાંખે છે. જેથી ઈન્ટરનેટની પણ સુવિધા મળી શકે. આ તમામ ટાવર અને ઓપ્ટીકલ કેબલ વાયરો નાંખવા માટે આ કંપનીઓએ પાટણ નગરપાલિકાને તેનું ભાડુ કે લાગત ચુકવવી પડે છે. પરંતુ ઘણી કંપનીઓ લાંબા સમયથી આ પૈસાની ચુકવણી કરતી નહોતી જેથી પાટણ નગરપાલિકાએ આ મોબાઈલ કંપનીઓને અવાર-નવાર સમયાંતરે નોટીસો આપતી હતી.

પરંતુ પાટણમાં પોતાના નેટવર્કનું અપગ્રેડેશન કરીને ફોરજી માંથી ફાઈજી ટેકનોલોજીમાં બદલવા માટેની તૈયારી કરી રહેલી જીઓ નેટવર્ક કંપનીએ તેનાં ૪પ જેટલાં ટાવરોની પાસે નવી ટેકનોલોજી ઈન્સ્ટોલ કરવા કેબીનેટ મુકવા માટે પાટણ નગરપાલિકા પાસે મંજૂરી માંગી હતી. પરંતુ આ કંપનીના ર૦૧૩-૧૪થી ૪પ ટાવરોનાં રુ.૩૧,૩૦,૮૯૩ની મસમોટી રકમ ભાડાપેટે નગરપાલિકામાં ચુકવવાની બાકી નિકળી હતી જે રકમ ભરપાઈ કરેથી તેને અપગ્રેડેશન માટેની મંજૂરી આપવામાં આવશે તેવું નગરપાલિકાએ જણાવાતાં કંપનીએ ગતરોજ ઉપરોકત રકમનો ચેક પાટણ નગરપાલિકાને સુપ્રત કરતાં લાંબા સમયથી બાકી નિકળતી રકમની ભરપાઈ થતાં નગરપાલિકાને મોટી આવક થઈ હતી. આ ઉપરાંત જીઓ કંપનીએ પાટણમાં તેના નેટવર્ક માટે નાંખેલા કેબલ વાયરોના ભાડા પેટે રુ.૩૦.૭૦ લાખની ચુકવણી કરી છે.

જયારે આઈડીયા વોડાફોને તેનાં કેબલો નાંખવા માટે રુ.૧૧.પ૦ લાખના ભાડાની ચુકવણી કરી છે. આ ઉપરાંત સાબરમતિ ગેસ કંપનીએ પાટણમાં નાંખેલી ગેસની પાઈપલાઈનનાં ભાડાની રકમ રુ.૧.૩૦ કરોડની લેવાની બાકી નિકળે છે જે અંગે સરકાર સાથે પત્ર વ્યવહાર ચાલી રહયો હોવાનું ચીફ ઓફિસરે જણાવી આગામી સમયમાં જે કંપનીઓના નગરપાલિકાના બાકી નિકળતાં નાણા અંગે વસુલાત ઝુંબેશ હાથ ધરવાનું પણ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024