છેલ્લા છ મહિનાથી સિધ્ધપુર ચોકડી ની બાજુ માં આવેલ ગીતાંજલી જવાના રોડ પર પાણી ભરાઈ રહે છે અને આજે છેલ્લા બે દિવસથી વરસાદી પાણી ભરાઇ રહેતા રસ્તા પરની અવરજવર બંધ થઈ જવા પામી હતી.
છેલ્લા છ મહિનાથી ગટરનું પાણી ભરાઈ રહે છે ત્યારે આ વિસ્તારમાં તેમજ સરદાર કોમ્પ્લેક્ષમાં વરસાદી માહોલ જેવું જ રોજેરોજ વાતાવરણ જોવા મળતું હોય છે. ત્યારે તે દિવસથી વરસાદ પડતા રોડ રસ્તા પર ખાડા પડી ગયા હતા ત્યારે રાહદારીઓ પણ આ રસ્તા પર અવરજવર બંધ કરી દીધી હતી અને આ રસ્તા પર સરકારી ઓફિસ આવેલી છે અહીંયા બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પાટણ જિલ્લા માહિતી કચેરી આવેલી છે અને પબ્લિકને કોરોના ની રસી લેવા જવા માટે અર્બન હેલ્થ સેન્ટર પણ આવેલું છે તો આ રસ્તા પર કેટલાય સરકારી કર્મચારીઓ અવરજવર કરે છે અને આંખ આડા કાન કરીને જતા રહે છે
ત્યારે નગરપાલિકા પણ આ રસ્તો ચાલુ કરવાની તકલીફ લેતી નથી ત્યારે ગીતાંજલી સોસાયટીના રહીશ ગફુરભાઈએ જણાવ્યું હતું કે આ રસ્તો ઘણા સમયથી બંધ હાલતમાં છે અને આ વિસ્તારમાં ઘણી સરકારી ઓફિસો આવેલી છે અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ત્યારે અમારે છોકરાઓને કઈ રીતના અવરજવર કરવી તે પણ એક મુશ્કેલી છે
તો સત્વરે આ રસ્તા પર વહેતુ ગટરના પાણી સહિત વરસાદી પાણીનો નિકાલ સત્વારે થાય તેવી પાલિકા પાસે આશા વ્યકત કરી હતી.