પાટણ જિલ્લાના રાધનપુરના મુખ્ય માર્ગો સહિત હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં પીકઅપ ડાલાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરના હાઈવે વિસ્તાર પાસે પીકઅપ ડાલાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
ત્યારે ત્રણ ઘાયલ લોકોને ૧૦૮ મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.