પવિત્ર શ્રાવણ માસમાં વ્રતોનું વિશેષ મહત્વ રહેલુ છે શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે.
પાટણ શહેરમાં પણ દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઆે દશામાનું વ્રત કરે છે. ૧૦ દિવસ એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરી પાટણ શહેરના સિદ્ઘનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશામાતાના મંદિર પરિસરમાં વ્રતધારી મહિલાઆે દસ દિવસ પુજા અર્ચના કરે છે અને માની ભિક્ત કરે છે.ત્યારે વર્ષોથી પરંપરાગત અનુસાર શહેરનાં સિદ્ઘનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે ભવ્ય મેળો પણ ભરાય છે પરંતુ કોરોનાની મહામારીને કારણે સરકારની ગાઇડલાઇન મુજબ છેલ્લા બે વર્ષથી મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી.
ત્યારે દશામાના પાંચમા દિવસની રાત્રીએ સિદ્ઘનાથ મહાદેવના મંદિર પરિસર ખાતે આવેલ દશામાતા મંદિર પરિસરમાં ભવ્ય મહાઆરતી અને માતાજીના પટાંગણમાં વ્રતધારી મહિલાઓ દ્વારા ગરબા ગાવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ આ મહા આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.