ઉતર ગુજરાત ની પાવન ભૂમિ પર સંતો દ્વારા કરાતી માનવસેવા,અબોલ પશુ પક્ષી ઓની સેવાકિય પ્રવૃત્તિઓ થકી જ સનાતન ધર્મ ની સુવાસ ચોમેર ફેલાઈ રહી છે. ત્યારે સંતોની આ સેવાકીય પ્રવૃતિઓ ની નોધ વિશ્વમાં પ્રસ્થાપિત કરનાર પાટણ તાલુકાના નોરતા ગામનાં સંત શ્રી નરભેરામ આશ્રમ ખાતેના પૂજ્ય સંત શિરોમણી શ્રી દોલતરામ બાપુ ને (કોવિડ ૧૯) કોરોના જેવી મહામારી માં કરાયેલી નિસ્વાર્થ લોક સેવાઓ ની સાથે સાથે દરેક સમાજ માં વ્યસનમુક્તિ જેવા સેવાકીય કાર્યો, જરૂરિયાત મંદ પરિવારની દિકરી ઓના સમૂહ લગ્ન જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓની નોંધ.
લઈને લંડનની સંસ્થા દ્વારા વલ્ડૅ બુક ઓફ રેકોડૅ નું પ્રમાણપત્ર આપી તેઓનું સન્માન કરવામા આવ્યું હોય આ સન્માન નો જસ સંત શ્રી દોલતરામ બાપુએ સમગ્ર સંત સમુદાય અને સેવકગણ નો હોવાનું જણાવ્યું હતું. તો સંત શ્રી દોલતરામ બાપુને વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હોવાની બાબતને લઈને શુક્રવારના રોજ પાટણના પુર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર ની આગેવાની હેઠળ ઉત્તર ગુજરાત ના કાૅંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના કાર્યકરો સાથે લેવામાં આવી હતી.
અને સંત શ્રી દોલતરામ બાપુનાં આશીર્વાદ મેળવવા કોંગ્રેસ નાં તમામ ધારાસભ્યો, પ્રદેશ કોંગ્રેસ નાં આગેવાનો સહિત કાયૅકરો એ નોરતા શ્રી નરભેરામ આશ્રમ ખાતે પધારી પ..પૂ. સંત શ્રી દોલતરામ બાપુનાં આશીર્વાદ મેળવી તેઓની સેવાકીય પ્રવૃત્તિ અવિરત પણે કાયૅરત રહે તેવી ઉમદા ભાવના સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો,ઉતર ગુજરાત નાં ધારાસભ્યો સહિતના કોંગ્રેસીઓના સહકારથી રૂ:-૧૧.૧૧.૧૧૧/- (અગિયાર લાખ અગિયાર હજાર એક સો અગિયાર) રૂપિયા નું દાન બાપુને અપઁણ કરવાની ઘોષણા કરવામાં આવતાં ઉપસ્થિત સૌ કોઈ એ આ ધોષણાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.તો પ.પુ.શ્રી દોલતરામ બાપુએ સૌને રૂડા આશીર્વાદ પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.