હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ અને બીએપીએસ સ્વામિ નારાયણ મંદિર પાટણના સંયુકત ઉપક્રમે ઈન્ફોર્મેશન ટુ ફોર્મેશન વિષય પર સેમિનાર અને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ ૧૯મી સપ્ટેમ્બર રવિવારના રોજ સાંજે ૪ કલાકે યુનિવર્સીટી ના કન્વેન્શન હોલ ખાતે રાખવામાં આવ્યો છે.
ત્યારે આ સેમિનારમાં પૂજય ડો.જ્ઞાનવત્સલ સ્વામીની વિશેષ ઉપસ્થિતમાં આ સેમિનાર યોજાવાનો હોઈ તેને અનુલક્ષાીને આજરોજ યુનિવર્સીટી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
અને આ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ફોર્મેશન ટુ ફોર્મેશન વિષય પર યોજાનાર સેમિનાર અને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ વિષય પર કરવામાં આવનાર સંવાદ વિશે યુનિવર્સીટીના કુલપતિ ડો.જે.જે. વોરાએ માહિતી આપી હતી.