પાટણ ના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણા ૩૪ ની પાવન નિશ્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ દ્વારા પયુષણ મહાપર્વની આઠ દિવસીય આરાધના તપ ત્યાગ તેમજ આરાધના રુપે ચાલી રહી છે, પર્વના ચોથા દિવસે મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજે કલ્પસૂત્ર ગ્રંથનું વર્ણન કરતા જણાવ્યું કે પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામી વગેરે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સમક્ષ સમવસરણમાં દશા અધ્યયનરૂપ ઉપદેશ આપ્યો હતો.
એનો સંગ્રહ દશાશ્રુતસ્કંધ નામના આગમ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ આગમનું આઠમું અધ્યયન જ શ્રીકલ્પસૂત્ર નામે પ્રસિદ્ઘ છે. ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયના અગ્રણી અલકેશ મારવાડી એ જણાવ્યું કે શ્રી કલ્પસૂત્ર ગ્રંથની પવિત્ર પોથીને મુખ્ય માર્ગ થી શોભાયાત્રા ના રુપે વાજતે-ગાજતે ઉપાશ્રયે લવાઈ. ગુરુ ભગવંતોનું માંગલિક મેળવી કલ્પસૂત્રનું વિધિવત્ વાસક્ષેપ તેમજ અષ્ટપ્રકારી દ્રવ્યોથી પૂજન કરવામાં આવ્યું ત્યાર
બાદ સેના-રૂપાનાં પુષ્પો ચઢાવાયા ને જ્ઞાન ની આરતી ઉતારવામાં આવી,અને ઉલ્લાસભેર કલ્પસૂત્ર ગ્રંથની પ્રતિ ગુરુ ભગવંતને અપ્રણ કરાઈ તેમજ સંઘને કલ્પસૂત્ર સંભળાવવાની વિનંતી કરવામાં આવી, તેમજ નીતીનભાઇ મોરખીયા કહ્યું કે ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ આયોજિત ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન અને સ્વપ્ન દર્શન મંગળવારે સવારે ૯ વાગે પ્રારંભ થઈને ૧ર વાગે પુર્ણ થશે ત્યાર બાદ ભગવાન નું પારણું અને સ્વપ્ન બપોરે ૪ વાગ્યા થી ૮ વાગ્યા સુધી જૈન સમાજ તેમજ પાટણના સમસ્ત નાગરિકો માટે દર્શનાર્થ મુકવામાં આવવાનું જણાવ્યું હતું.