પાટણ જિલ્લાના રાધનપુર વારાહી નેશનલ હાઇવે 27 ઉપર સાદપુર અને પીપળી માગૅ પર રાત્રે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત થયું હતું તો બીજા ને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માત ના બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર વારાહી નેશનલ હાઇવે 27 ઉપર અવાર નવાર માગૅ અકસ્માતો થતા હોય છે ત્યારે શનિવારે રાત્રે આયુષ્ય અને તેના પિતા માનસિંગ ભાઈ ઠાકોર બાઈક લઈ જઈ રહ્યા હતા. ત્યારે માગૅ પરથી પસાર થતાં ટ્રેલર વચ્ચે અકસ્માત સજૉતા બાઈક સવાર યુવક આયુષ્ય નું ઘટના સ્થળે મોત થયું હતું
જયારે તેના પિતા માનસિંગભાઈ ને ગંભીર ઇજાઓ થતા રાધનપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
ટેલર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પુત્ર નું ઘટના સ્થળે મોત થતા અને પિતા ગંભીર રીતે ધવાતા પરિવાર માં શોકની લાગણી છવાઈ હતી. આ અકસ્માતના બનાવવાની જાણ પોલીસ તંત્રને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.