પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા ના નવયુવાન પ્રમુખ ઉદ્યોગપતિ અને વેપારી મહેશભાઈ અદા ઉપર સફાઈ કામદારોની હડતાલ ચાલતી હોવાના કારણે કેટલાક લોકો અને રમેશભાઈ ગોકલાણી દ્વારા ઉગ્ર રજૂઆત કરી ગંભીર આક્ષેપો લગાવ્યા હતા પરંતુ નગરપાલિકાના પ્રમુખ સેવાનો ધ્યેય લઈને કાર્ય કરી રહ્યા છે.
રાધનપુર નગરની સતત ચિંતા કરી સફાઈ કામદારોને સમજાવી યોગ્ય સફાઈ કરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકાના પ્રમુખ લોક સેવક મહેશભાઈ અદા એક ઉદ્યોગપતિ અને વેપારી અને નવ યુવાન હંમેશા રાધનપુરની નગરની ચિંતા કરી રાધનપુરનો વિકાસ વધુ થાય તેવા પ્રયત્નો કરી રહયા છે
પરંતુ ચીફ ઓફિસરને રાધનપુરના વિકાસમાં રસ ના હોય તેના સામે રાધનપુરની જનતાને ન્યાય આપવા માટે હર હંમેશા તત્પર રહેતા નગરપાલિકાના પ્રમુખ સામે ઘણા લોકોએ આક્ષેપ લગાવ્યા હતા
પરંતુ પ્રમુખનો માત્ર ધ્યેય સેવા કરવાનો હોવાથી રમેશભાઈ ગોકલાણી એ લગાવેલા આક્ષેપો સામે ક્ષમા અર્ચના માંગી કોઈપણ જાતની ભૂલ થઈ હોય તો દીકરા સમાન ગણી માફ કરવા રાધનપુરના વિકાસમાં સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી.