Patan : પાટણ શહેરના કનસડા દરવાજા નજીક આવેલ લાઈબ્રેરી નજીક રવિવારની સાજે એક શખ્સ ઉપર કોઈ અન્ય શખ્સ દ્વારા છરી વડે હિચકારો હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ જતાં ઈજાગ્રસ્ત શખ્સને 108 મારફતે તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તો બનાવ ના પગલે પાટણ એ ડિવિઝન પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ ના ચક્રો ગતિમાન કયૉ હતા.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ,ભુજ તથા મે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલનાએ આ કામના આરોપીને સત્વરે પકડી પાડવા સુચના કરેલ, જે અનુસંધાને આર.જી.ઉનાગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.પાટણના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ પાટણ સીટી એ ડીવી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે આ કામનો આરોપી (૧) ઠાકોર વિષ્ણુજી દિનેશજી નાનાજી રહે પાટણ સમર ફલેટ ખાલકશાં પીર રોડ તથા (૨) ભાટીયા અલ્કેશભાઇ કાંન્તીલાલ રહે- પાટણ સન ટેનામેન્ટ બંગ્લોઝ વાળાઓ ઉપરોકત ગુન્હો કર્યા બાદ પાટણ જુની કાળકા રોડ ઝાપડાં મંદિર પાસે બંન્ને ઇસમો સંતાયેલ છે જે હકીકત આધારે પકડી પાડી સદરી આરોપીઓને સી.આર.પી.સી કલમ-૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે પાટણ સીટી એ ડીવી પો.સ્ટે. ખાતે સોંપેલ.
શું છે સમગ્ર મામલો?
પાટણ શહેરના પીપળાશેર ઠાકોરવાસમાં રહેતા રાહુલ બાલુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 25 રવિવારની સાંજે પોતાના મિત્ર સાથે શહેરના કનસડા દરવાજા નજીક આવેલી લાઇબ્રેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક્ટિવા પર આવેલા વિષ્ણુએ એકદમ ઉશ્કેરાઈ જઈ રાહુલના છાતીના ભાગે છરીથી હુમલો કર્યો હતો. જે બાદ ઝપાઝપી થતા રાહુલ વધુ મારથી બચવા રતનપોળ બાજુ ભાગી રહ્યો હતો. ત્યારે આરોપી તેની પાછળ ભાગ્યો હતો.
રાહુલ બેભાન થતા ત્યા જ ઢળી પડ્યો હતો. જોકે, આ દરમિયાન લોકોએ હોબાળો કરતા આરોપી ભાગી ગયો હતો. ત્યારે આ ઘટના મામલે પ્રેમ પ્રકરણમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીની બહેન સાથે રાહુલને પ્રેમ સંબંધ હોય તેની અદાવતના છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans