Patan Rahul Thakor Murder Near kansada darwaja

Patan : પાટણ શહેરના કનસડા દરવાજા નજીક આવેલ લાઈબ્રેરી નજીક રવિવારની સાજે એક શખ્સ ઉપર કોઈ અન્ય શખ્સ દ્વારા છરી વડે હિચકારો હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ જતાં ઈજાગ્રસ્ત શખ્સને 108 મારફતે તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તો બનાવ ના પગલે પાટણ એ ડિવિઝન પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ ના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ શહેરમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવાની ઘટના સામે આવી છે. જેમાં કનસડા દરવાજા નજીક રવિવારની સાજે એક વ્યક્તિ ઉપર એક શખ્સે છરી વડે હિચકારો હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જે અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, આરોપીની બહેન સાથે આ યુવકને પ્રેમ સંબંધ હોય તેની અદાવતમાં હુમલો કરાયો હતો.

પાટણ શહેરના પીપળાશેર ઠાકોરવાસમાં રહેતા રાહુલ બાલુભાઈ ઠાકોર (Rahul Thakor) ઉંમર વર્ષ 25 રવિવારની સાંજે પોતાના મિત્ર સાથે શહેરના કનસડા દરવાજા નજીક આવેલી લાઇબ્રેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક્ટિવા પર આવેલા વિષ્ણુએ એકદમ ઉશ્કેરાઈ જઈ રાહુલના છાતીના ભાગે છરીથી હુમલો કર્યો હતો. જે બાદ ઝપાઝપી થતા રાહુલ વધુ મારથી બચવા રતનપોળ બાજુ ભાગી રહ્યો હતો. ત્યારે આરોપી તેની પાછળ ભાગ્યો હતો.

રાહુલ બેભાન થતા ત્યા જ ઢળી પડ્યો હતો. જોકે, આ દરમિયાન લોકોએ હોબાળો કરતા આરોપી ભાગી ગયો હતો. ત્યારે આ ઘટના મામલે પ્રેમ પ્રકરણમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીની બહેન સાથે રાહુલને પ્રેમ સંબંધ હોય તેની અદાવતના છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024