સરહદના સીમાડા ઉપર દેશની રક્ષાકાજે ફરજ બજાવતાં જવાનોને વિવિધ સામાજીક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાખડીઓ બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સીમાજન કલ્યાણ સમિતિ પાટણ નગર દ્વારા મહેસાણા બીએસએફ હેડ કવાર્ટર ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં સીમાજન કલ્યાણ સમિતિના કાર્યકર બહેનો દ્વારા સેનાના જવાનોને મોઢુ મીઠુ કરાવી રક્ષાકવચ બાંધી રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તો સીમાજન સમિતિના કાર્યકર્તાઓ સહ પરિવાર હાજર રહી રક્ષાબંધનનું પર્વ ઉજવતા જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.