હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા આજે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યુનિવર્સીટીના વહીવટી ભવનથી પત્રકારત્વ વિભાગ સુધી જનજાગૃતિ ના બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી
જેમાં પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પ્રસંગે યુનિવર્સીટીના કુલપતિ ડો.જે.જે વોરાએ જણાવ્યું હતું કે મતદાન એ આપણો અધિકાર છે અને ફરજિયાત મતદાન કરવું જોઈએ.
દેશની દશા અને દિશા બદલવામાં એક મત મહત્વનો ભાગ ભજવે છે.એક મત હાર અને જીતમાં નિર્ણાયક બની રહેતો હોય છે.
ત્યારે આગામી ચૂંટણીઓમાં લોકો પોતાનો મત આપી લીકશાહીનું રક્ષણ કરે તે માટે જનજાગૃતિ કેળવાય તે હેતુથી આજે પત્રકારત્વ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.