પાટણ શહેરમાં વોર્ડ નંબર-૭ માં મીરા દરવાજા પાસે આવેલ રામદેવ પાર્ક સોસાયટીમાં કુલ ૧૯ મકાનો આવેલાળતો હોઈ તમામ રહીશો આ રસ્તા પરથી પોતાના વાહનો લઇ પસાર થાય છે.


પરંતુ હાલમાં આ રસ્તો બન્નો સોસાયટીના રહીશો દ્વારા જાહેર રસ્તા ભોગવટાની શરતોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે રસ્તો બંધ કરી દીધો હોઈ રામદેવ પાર્ક સોસાયટીના રહીશોને અવર જ્વર કરવામાં ભારે મુશ્કેલી સર્જાતી પાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં રસ્તો ખુલ્લા કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટર આેફિસમાં રજુઆત કરવામાં આવી હતી.

ત્યારે કલેકટરે ચીફ ઓફિસરને આ બાબતે સર્વે હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી ત્યારે આજદીન સુધી આ સોસાયટીના રસ્તા બાબતનો કોઈપણ ઉકેલ ન આવતાં આજરોજ વોર્ડ નં.૭ના ભાજપના કોપોરેટર દ્વારા પોતાના રહીશોનું ટોળુ લઈને પાલિકામાં રજૂઆત કરવા આવતાં ચૂંટાયેલી પાંખમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

અને આમતો વિરોધ પક્ષા સત્તા પક્ષાને બદનામ કરવા ટોળુ લઈને આવે તો નવાઈની વાત નહીં પરંતુ અહીંતો શાસક પક્ષાના જ કોપોરેટર દ્વારા પોતાના પક્ષાને બદનામ કરવા માટે નગરપાલિકા ખાતે ટોળુ લઈને રજૂઆત કરવા આવ્યા હતા. ત્યારે નગરપાલિકાના પ્રમુખને આ અંગેની રજૂઆત કરી ચોમાસા પૂર્વે બંને બાજુના રસ્તાઓ બંધ હોવાથી મારુતિપાર્ક પાસેનો રસ્તો ખોલાવી દેવા રજૂઆત કરી હતી.

અને સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે જો વરસાદ આવે તો બંને સાઈડના રસ્તાઓ બંધ હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી રામદેવ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની પૂરેપૂરી શકયતાઓ રહેલી હોવાથી વરસાદ આવે તે પૂર્વે રસ્તો ખોલાવવા માંગ કરી હતી.

ત્યારે ચીફ ઓફિસરે આજે મારુતિપાર્કના વહીવટદારોને નોટીસ પાઠવી ચોવીસ કલાકમાં જો તેઓ રસ્તો ખુલ્લો નહીં કરે તો પાલિકા દ્વારા રસ્તો ખુલ્લો કરવાની હૈયાધારણા આપી હતી.

ત્યારે ચીફ ઓફિસર દ્વારા ઓફ ધ રેકોર્ડ સ્થાનિક રહીશોને વાતચીત કરતા હતા તે દરમ્યાન એક યુવાન દ્વારા ચીફ ઓફિસરનો વીડિયો બનાવતાં વિવાદ સર્જાયો હતો. આમ પાલિકાના સત્તાપક્ષાના ચૂંટાયેલા વોર્ડ નં.૭ના કોપોરેટર રાજેન્દ્ર હિરવાણીયાએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના સંકલનમાં રહી આ બાબતે યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ ભાજપ પક્ષાને નીચુ દેખાડવા માંગતા હોય તેમ સ્થાનિક રહીશોનું ટોળુ લઈને પાલિકામાં રજૂઆત કરવા આવતાં ચૂંટાયેલી પાંખમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

આમ ચૂંટાયેલી પાંખના કોપોરેટરને સ્થાનિક રહીશોનું ટોળુ લઈને પોતાની રજૂઆત કરવા આવવાની ફરજ પડતી હોય તો આમ શહેરીજનોની શું હાલત થતી હશે તેવો પણ પ્રશ્ન બુધ્ધિજીવીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024