પાટણ શહેરમાં આવેલા તમામ રામદેવર પીરના મંદિરોમાં ભાદરવા સુદ-૧૧ના રોજ રામદેવ પીરનું નેજુ ચડાવવા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે ભાદરવા સુદ અગિયારસના રોજ પાટણ માં મીરાદરવાજા, લક્ષમીપુરા માં આવેલ રામાપીર દાદા ના મંદિરે નેજું ચડાવવામાં આવ્યું હતું.
જેમાં વિસ્તારના ભાઈઓ-બહેનો સહિત બાળકોએ નેજાના દર્શનનો અનેરો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.