Patan News : ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે ઉછીના આપેલા રૂ.15000માગતાં યુવકે ગામના જ આધેડને છરી મારતાં ઇજાઓ થઈ હતી.

પાટણ જિલ્લાના રણાસણ (Ranasan) ગામના પોપટભાઈ મણીલાલ પટેલે તેમના ગામના જગદીશ જેઠાભાઈ પરમારને રૂ.15000 ઉછીના આપ્યા હતા તેની ઉઘરાણી કરતા જગદીશ પરમાર એકાએક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલતાં પોપટભાઈ પટેલે તેને અપશબ્દો બોલવાની ના પાડતા તેણે પગના ભાગે પોપટભાઈને છરી મારતાં ઇજાઓ થવાં પામી હતી.

આ સમગ્ર ઘટનાને લઇ ચાણસ્મા પોલીસ મથકે જગદીશ જેઠાભાઇ પરમાર સામે પોપટભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024