પાટણ શહેરના વોર્ડ નં.પમાં આવેલા રેલવેના બીજા નાળાની નીચે વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાથી અહીં વરસાદી પાણી ભરાતાં અહીંનો રોડ બિસ્માર હાલતમાં થઈ જવા પામ્યો હતો.
ત્યારે રેલવેના બીજા નાળાથી શહેરીજનોની અવર જવર પુષ્કળ પ્રમાણમાં હોવાથી રહીશોને આવવા જવામાં પડી ગયેલા મોટા ખાડાઓને લઈ ખૂબજ પરેશાની ભોગવવી પડતી હતી જેની જાણ વોર્ડ નં.પના કોપોરેટર પટેલ લીલાબેનને કરાતાં તેઓએ તુરંત પાલિકાના બાંધકામ શાખાનો સંપર્ક કરી બાંધકામના કર્મચારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા.
અને રેલવેના બીજા નાળાની નીચે વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયેલા રોડમાં પડેલા મસમોટા ખાડાઓને આરસીસી મટીરીયલ દ્વારા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં વરસાદ આવે અને વરસાદી પાણી ભરાઈ રહેવા છતાં પણ આ પડેલા ખાડાઓમાં ફરીથી ખાડાઓનું નિર્માણ ન થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી હોવાનું વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું.