પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરની વિકટ પરીથીતીમાં કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમની સાથેના સગા વહાલાઓ માટે અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ દવારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવુતિઓ કરવામાં આવી હતી જે નોંધપાત્ર અને આવકારદાયક બની હતી.
આ સંસ્થાઓ સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની કોરોના સમયની કામગીરી ઉડીને આંખે વળગે તેવી રહી હતી. સંસ્થા દવારા છેલ્લા કેટલાય સમયથી પાટણ સહિત જિલ્લામાં વિવિધ સંસ્થાઓના સહકારથી સમાજ સેવાની ઉમદા પ્રવુતિઓ હાથ ધરાયેલ છે.
આ અંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ઉત્તર ગુજરાત વિભાગન કર્તા હર્તા મુકેશ દેસાઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ખેતી, આરોગ્ય, શિક્ષાણ, ડિઝાસ્ટર, મેનેજમેન્ટ, પુર રાહત તેમજ કોરોના મહામારી જેવી આપતિત્તી ના સમયે રિલાયન્સ ફાઉન્ડેશન વહીવટી તંત્ર અને લોકોની પડખે હંમેશા ઉભુ રહયું છે.
કોરોનાની બીજી લહેરમાં અનેક નાના વેપાર ધંધાવાળા લોકોની રોજગારીની અસર થતાં તેમને આર્થિક રાહત મળે તે હેતુથી મિશન અન્ન સેવા અંતર્ગત સંસ્થાએ વિવિધ સંસ્થાઓના સહયોગથી સાત હજાર જેટેલી રાશનકીટોનું ગરીબ અને જરુરીયાતમંદ લોકોને વિતરણ કર્યું છે.
આ ઉપરાંત મિશન કોવિડ સેવા અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન દવારા પાટણ જિલ્લામાં ૧.૧પ લાખ જેટલા માસ્ક અને ર૮ હજાર જેટલી હેન્ડ સેનેટાઈઝરની બોટલોનું વિતરણ કરેલ છે. સંસ્થા દવારા સેવા ભાવનાથી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર આરોગ્ય, પોલીસ, સફાઈ કામદારો, હોસ્પિટલ સ્ટાફ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ સૌને માસ્ક અને સેનેટાઈઝર પહોંચાડવાનું કાર્ય કરેલ છે.
આ ઉપરાંત કોરોના મહામારીથી અસરગ્રસ્ત બનેલ સંગીતકલા ક્ષોત્રના લોકો, મોચીકામ, સાયકલ રીપેરીંગ, લારી ગલ્લા પર કામ કરતા નાયીભાઈઓ, માટીકામ ક્ષોત્રે જોડાયેલા લોકોને તેમજ મહોલ્લાઓમાં સર્વે કરીને ઘણા લોકોને આર્થિક રાહત મળી શકે તેવા હેતુથી રાશન કીટનું વિતરણ કરી મહામારીના સંકટના સમયે લોકોની પડખે ઉભા રહેવાનો રિલાયન્સ ફાઉન્ડેશન દવારા પ્રયત્ન કરાયો હોવાનું મુકેશ દેસાઈએ જણાવ્યું હતું.