પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે ડોકટરી નગરી તરીકે પણ ઓળખાય છે ત્યારે પાટણ શહેરમાં અનેક રાજસ્થાન, કચ્છ સહિતના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે
ત્યારે ર૧મી સદીના ટેકનોલોજી યુગમાં ડોકટરો દ્વારા પણ અદ્યતન ટેકનોલોજી અપનાવી કોઈપણ ચીરા વગર દર્દીઓને પીડામાંથી મુકિત આપતા હોય છે
ત્યારે જીયા યોગેશભાઈ દવે નામની ૭ વર્ષની બાળકી બેટરીનો સેલ રમતા રમતા ગળી જતાં ઉલટી અને પેટમાં બળતરા થવા પામી હતી જેને લઈ તેના વાલી જીયાને હિતેશ પંચીવાલાના ત્યાં સારવાર અર્થે લઈ ગયા હતા જયાં બાળકીનું એકસરે કઢાતા અન્નનળીમાં બેટરીનો સેલ જોવા મળ્યો હતો.
ત્યારે અદ્યતન ટેકનોલોજીની મદદથી ડોકટરોએ એન્ડોસ્કોપી કરી બાળકીને કોઈપણ કાપ કે ચીરા વગર આબાદ રીતે બેટરીનો સેલ કાઢી બાળકીને પીડામુકત કરી હતી. આ પ્રસંગે ડો.હિતેશ પંચીવાલાએ નાના બાળકોને ગળી જાય તેવી વસ્તુઓ ન આપવા અનુરોધ કર્યો હતો.