૧૭ સપ્ટેમ્બરના રોજ પાટણ જિલ્લામાં જે લોકોને કોરોના રસીનો પ્રથમ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય એમના માટે રસીકરણ મેગા ડ્રાઈવનું આયોજન સમગ્ર જિલ્લામાં કરવામાં આવ્યું છે.

જે માટે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી ૧૭ સપ્ટેમ્બરના રોજ પાટણ જિલ્લામાં જે લોકોને કોરોના રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો ન હોય તેવા નાગરિકોને વીડિયો મેસેજના માધ્યમથી આવતીકાલે રસી મુકાવવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી પાટણ જિલ્લાના જે લોકોએ પ્રથમ અને બીજો ડોઝ લીધો ન હોય

તેવા લોકોએ આવતીકાલે યોજાનારી મેગા ડ્રાઈવમાં રસીકરણનો વધુમાં વધુ લાભ લેવા કલેકટર અને ડીડીઓએ આહવાન કયું હતું.