પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા માધ્યમ થકી સ્વસહાય જૂથની મહિલાઓ સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો.
વચૂંચઅલ માધ્યમ થકી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરની મહિલાઓ સાથે સંવાદ સાધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા જરૂરી સુચનો સાથે માર્ગદશન પુરૂં પાડ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજની નારી દરેક ક્ષેત્રમાં આગળ વધવા લાગી છે. આજે ભારતની મહિલાઓ સ્વનિર્ભર થઈને પોતાનું જીવન ગુજારી રહી છે. જેમાં હવે પેસા ડબ્બામાં નહિ, પણ બેંક ખાતમાં જમા કરાવી રહી છે. આજે ૪ર કરોડથી વધારે જનધનખાતા મહિલાઓને નામે છે.પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું કે, ઘરે બેઠાં વસ્તુનું વેચાણ કરવા માટે મહિલાઓએ ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ વધારવો જોઈએ. મહિલાઓ ભારત સરકારના જીઈએમ પોર્ટલનો ઉપ્ાયોગ કરીને ભારત સરકારને પણ પોતાની વસ્તુ વેચી શકે છે.
આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેને પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ૧૧૭ મહિલા સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે, જે પૉકી પ૭ સ્વસહાયજૂથોને રીવોલ્વીંગ ફંડ તરીકે રૂ.૮.૭૦ લાખની સહાય આપવામાં આવી છે. જિલ્લામાં રપ૬ ગ્રામ સંગઠનોની રચના કરી તે પૉકી ૧૮૯ ગ્રામ સંગઠનને રૂ.૧૦.૧૭ કરોડ કોમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે. ૯ ગ્રામ સંગઠનોને સી.આઈ.એફની રકમ રૂ. પ૧.૧૦ લાખ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સખી મંડળની ૪૦૦ જેટલી મહિલાઓ ઉપસ્થિતિ રહી હતી.