પાટણ જિલ્લામાં જુદા જુદા તાલુકાઓમાં લોકોને એક જ સ્થળે વિવિધ સેવાઓના લાભ મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે તે અંતર્ગત પાટણ તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ દુધારામપુરા ગામે તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં દુધારામપુરા, ધારણોજ, ખાનપુરડા, વડલી , શેરપુરા અને સુજનીપુર ગામના ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો .
સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે પાટણ તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા, તાલુકા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર, મામલતદાર ચાર્મીબેન પટેલ , તાલુકા વિકાસ અધિકારી ડો.અરવિંદ પ્રજાપતિ તથા પાટણ તાલુકા ભાજપના માનસિંહ ચૌધરી , ગૌવિંદભાઈ ચૌધરી તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાએ જણાવ્યું હતું કે રાજય સરકાર દવારા લોકોને ઘર બેઠા વિવિધ સરકારી યોજનાઓના લાભો એકજ સ્થળે મળી રહેવા તેવા શુભ આશયથી સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે દૂધારામપુરા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મોટીસંખ્યામાં ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.