શ્રી મણિભદ્ર સંસ્થાના સેવાકીય અભિગમના ભાગરુપે આર્થિક રીતે દરિદ્રનારાયણ બંધુઓની બિસ્કીટ, ચેવડો, પેંડા, ચોકલેટની કીટ પ્રસાદરુપે પ્રમુખદાદા ફાઉન્ડેશન અને શ્રી મણીભદ્ર ફાઉન્ડેશન દ્વારા દાતા પ્રજાપતિ મેશ્વના છઠા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે
આ પરિવારે સેવાકીય સંસ્થાના સહયોગથી આવા ગરીબ જરુરીયાતમંદ પરિવારોને સહાયરુપ થવાના અભિગમના ભાગરુપે બીજા પરિવારના બાળકો પણ આ જન્મદિનનો લાભ મેળવી શકે તેવા ઉમદા આશયથી મેશ્વના માતા-પિતાએ પોતાના દિકરાનો જન્મદિવસ સેવાકીય પ્રવુત્તિઓ થકી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બીજા મધ્યમ ગરીબ પરિવારના બાળકો પણ લાભ મેળવી પ્રોત્સાહીત થાય તેવા ઉમદા અભિગમ સાથે પાટણ મુકામે ગરીબ મધ્યમ પરિવારના બાળકોને કીટ આપવામાં આવી હતી તેમજ વિજય મિસ્ત્રી, કમલેશભાઈ પ્રજાપતિ તથા અન્ય ફાઉન્ડેશનના સભ્યો આ શુભકાર્યમાં સહભાગી બન્યા હતા અને સેવાનો લાભ આપ્યો હતો.