પાટણ શહેરનાં મણીલાલ કરમચંદ જીમખાના ખાતે જીમખાના દ્વારા યોજાયેલ ત્રિદિવસીય સ્પોટ્સ ઇવેન્ટનું રવિવારે સમાપન થયું હતું. રવિવારે સ્કેટીંગની ઇવેન્ટની સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સ્પર્ધામાં પાટણ , મહેસાણા અને ભૂજથી સ્કેટીંગનાં અંડર -૧૦ અને ૧૪ નાં ૧૧૦ ખેલાડીઓ બાળકો તેમનાં માતા – પિતા સાથે ભાગ લેવા માટે પાટણ આવ્યા હતા.
આ બાળકોને ટ્રોફી તથા સર્ટીફીકેટ એનાયત કરી પ્રોત્સાહીત કરાયા હતા. આ પ્રસંગે જીમખાના કોચ સંતોષ જાદવે સ્કેટીંગ સ્પર્ધા અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કરી જીમખાના ખાતે આવેલી સ્કેટીંગનો જિલ્લાવાસીઓને વધુ લાભ લેવા આહવાન કયું હતું.
તો ભુજ ખાતેથી વિદ્યાર્થીઓને લઈને આવેલા કોચે પણ જીમખાના ખાતે સ્કેટીંગની સ્પર્ધામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હોવાનું જણાવી પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.