પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત બનીને મોતના મુખમાં ધકેલાયા છે તો સરકાર દ્વારા પણ ત્રીજી લહેર આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારતભરમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને વિનામૂલ્યે કોરોના વેિક્સન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેના ઉપલક્ષમાં પાટણ આરોગ્ય વિભાગ દ્વારા પણ શહેરના ત્રણ જાહેર સ્થળ ઉપર વિનામૂલ્યે કોરોના વેિક્સન આપવામાં આવી રહ્યું છે કોરોના ના ભયના આેથાર હેઠળ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો વેિક્સન લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં જોવા મળી રહ્યા છે
ત્યારે શહેરના બગવાડા દરવાજા ખાતે આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ આેન સ્પોટ વિનામૂલ્યે કોરોના વેિક્સન અભિયાન અંતર્ગત કોરોના ની ગાઈડ લાઈન નું સરેઆમ ઉલ્લધન થતું જોવા મળ્યું હતું અને આરોગ્ય વિભાગના કર્મચારીઆે પણ લોકોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવાની જગ્યાએ કોરોના ની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
એક તરફ સરકાર દ્વારા કોરોના સંકમણ ને અટકાવવા કરોડોના ખર્ચે સમગ્ર ભારતમાં ૧૮ વર્ષથી ઉપર નાં તમામ લોકો ને વિનામૂલ્યે કોરોના વેિક્સન આપવાનો પ્રારંભ કરી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે પાટણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્થળો ઉપર કોરોના વેિકસન અભિયાન આયોજિત કરી લોકોની ભીડ એકત્ર કરી સોશ્યલ ડિસ્ટન્સ નું ચુસ્તપણે પાલન ન કરાવતા હોવાથી
પાટણ શહેર અને જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાનો ગણગણાટ લોકો માં સાંભળવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા સાથે કોરોના વેિક્સન અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.