આજથી રાજ્યભરમાં ધો. ૯થી ૧રના ઓફલાઇન વગર્ો શરૂ થયા છે. પાટણ જિલ્લામાં આવેલા શાળા સંચાલકોએ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે સ્કૂલો શરૂ કરી છે. શાળા સંકૂલોમાં સેનિટાઇઝ કરી વિધાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ હોવાથી પ્રથમ દિવસે સ્કૂલોમાં ર૦ ટકા જ વિધાર્થીઓ હાજર રહ્યાં છે. પ્રથમ દિવસે વિધાર્થીઓને કોરોનાની ગાઈડલાઇન સમજાવવામાં આવ્યા બાદ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
પાટણ શહેર અને જિૡાની વિવિધિ શાળામાં સંચાલકો દ્વારા વિદ્યાથર્ીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્કૂલ અને ક્લાસરૂમોને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓનું પ્રથમ ટેમ્પ્રેચર માપવામાં આવ્યું હતું અને ત્યારબાદ હાથ સેનિટાઇઝ કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ક્લાસરૂમમાં વિધાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડીને શિક્ષકો દ્વારા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પાટણ જિૡાની ર૬૧ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી પ૦ ટકાની ક્ષમતા સાથે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાયો છે પરંતુ વરસાદના કારણે ર૦ ટકા જ વિધાર્થીઓ સ્કૂલે આવ્યા હતા.
બીડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બળદેવ દેસાઈએ જણાવ્યુ હતુ કે અમારી સ્કૂલમાં આજથી વિધાર્થીઓ આવ્યા છે. તેમનું ટેમ્પ્રેચર માપી, હાથ સેનિટાઇઝ કરાવીને સ્કૂલમાં પ્રવેશ આપ્ાવામાં આવ્યો છે. વિધાર્થીઓ ઝરમર વરસાદમાં પણ ઉત્સાહભેર સ્કૂલે આવ્યા છે.
પાટણની લોર્ડક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના સંચાલક અમીત પટેલે જણાવ્યું હતું કે, આજે અમારી સ્કૂલમાં ફીઝિકલ શૈક્ષણિક કાર્યને લઈ સરકારની તમામ ગાઇડલાઇન પ્રમાણે શાળામાં તૈયારીઓને પૂર્ણકરી દેવામાં આવી છે.
આજે પ્રથમ દિવસે વિધાર્થીઓ બોલાવ્યા નથી, એકલા શિક્ષકોને બોલાવ્યા હતા અને કોરોનાને લાગતી માહિતી આપી છે. જે વિધાર્થીઓના વાલીનું સંમતિ પત્રક હશે, તેવા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તેમજ જે વિધાર્થીઓ શાળાએ આવી શકે તેમ ન હોય તેવા વિધાર્થીઓને ઓનલાઇન શૈક્ષણિક કાર્ય સાથે પણ જોડવામાં આવશે. અને લોર્ડ કિ્રષ્ના સ્કૂલ ખાતે આજથી શરુ થયેલી શાળાઓને લઈ તમામ કલાસ રુમો સહિત સ્કૂલ કેમ્પસમાં મશીન દવારા સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી.