પાટણ(patan) શહેરના ટેલીફોન એક્ષાચેન્જ રોડ પર આવેલી કર્મભૂમિ સોસાયટી પાસે ભરાઈ રહેતાં વરસાદી પાણીના નિકાલ માટે રૂપિયા પપ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે જે મોટી પાઈપો નાખી નિરાકરણ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પાણીમાં ગઈ હોય એવું આ વિસ્તારના રહીશોનું કેવું છે પ્રથમ વરસાદે જ રૂપિયા પપ લાખ જેવી માતબર રકમ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલમાટે જે આયોજન કરવામાં આવ્યું હતું તે પાણીમાં ગયું છે
આજે સવારે આવેલ વરસાદના કારણે આ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો અને રાહદારીઆેને આવવા-જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી વરસાદી પાણી એટલુ ભરાઈ ગયું હોવાથી લોકો સાધન લઈને નીકળી શકતા ન હતા અને ઘણા સાધનો બંધ પડી ગયા હતા આ વિસ્તારના રહીશો એ જાતે ઢાંકણા ખોલી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
પરંતુ જો એક સાથે પાંચ થી સાત ઇંચ વરસાદ(rain) પડે તો આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જાય તેવી સંભાવનાઓ સ્થાનિક રહીશો સેવી રહયા છે. રાત્રે વરસાદ દરમિયાન આ વિસ્તારના કોપોરેટર પાટણ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ આેફિસરને બોલાવી આ વિસ્તારના રહીશોએ પાણી નિકાલ માટે રજૂઆતો કરી હતી.
રૂપિયા પપ લાખ જેવી માતબર રકમ વરસાદી પાણીના નિકાલ માટે નું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ વરસાદી પાણી નું નિરાકરણ લાવવા માટે વરસાદી પાણીની લાઈનના ઢાંકણા ઊંચા કરવાથી પાણીનો નિકાલ થાય છે પરંતુ આનો કાયમી નિકાલ કેવી રીતે લાવવો રાત્રે એકીસાથે ખુબ વરસાદ પડે તો ઢાંકણા કોણ ખોલવા આવશે તે પણ એક મોટો પ્રશ્ન ઉદભવ્યો છે.
ખરેખર આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે આ વિસ્તાર સાથે વર્ષોથી આેરમાયું વર્તન પાલિકા દ્વારા દાખવવામાં આવી રહયું છે. કર્મભૂમિ વિસ્તારમાં એકબાજુ ભૂગર્ભ ગટર ઉભરાવાનો મોટો પ્રશ્ન તો યથાવત જ છે તો બીજીબાજુ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વરસાદી પાણીમાં ભળી જવાથી મોટો રોગચાળો ફેલાવાથી સ્થાનિક રહીશો દહેશત સેવી રહયા છે. ત્યારે ભૂગર્ભના ગંદા પાણી(water) સહિત વરસાદી ભરાઈ રહેતાં પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી હતી.