પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની બીજી લહેર છેલ્લા એક સપ્તાહથી મંદ બનતા જિલ્લા પ્રશાસન દ્વારા મોટાભાગના ધંધા-રોજગાર માટે આંશિક છૂટછાટ આપી સરકારની કોરોના ની ગાઈડ લાઈનનાં પાલન સાથે ધંધો-રોજગાર શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

ત્યારે કોરોનાની પ્રથમ લહેરથી સંપૂર્ણપણે બંધ કરાયેલા મ્યુઝીકલ બેન્ડપાટીઓ , જનરેટર લાઈટીંગો, નાસીક ઢોલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધા-રોજગાર બંધ કરાવવામાં આવ્યા છે.

જેના કારણે આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાના પરિવારજનો નો જીવન નિર્વાહ ચલાવવો ખૂબ જ મુશ્કેલ બન્યો હોય ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા ઉપરોક્ત વ્યવસાયને આંશિક છૂટછાટ ના ભાગરૂપે સરકારની કોરોના ગાઇડ લા ઇન મુજબ શરૂ કરવા દેવામાં આવે તેવી રજૂઆત સાથે શુક્રવારના રોજ પાટણ બેન્ડવાજા એસોસિયેશન, જનરેટર લાઈટ ડેકોરેશન એસોસીએશન તેમજ નાસીક ઢોલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરી પોત પોતાના ધંધા-રોજગાર આંશિક રીતે શરૂ કરવા દેવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ શહેરમાં મ્યુઝિક બેન્ડના કિરીટભાઈએ જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્ર માં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેરથી જ અમારા ધંધા-રોજગાર સરકાર દ્વારા સંપૂર્ણપણે બંધ કરાવ્યા હોય જેના કારણે અમારા ધંધા સાથે સંકળાયેલા પરિવારજનોને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવું ખૂબ જ કઠિન બન્યું હોય જો સરકાર આ બાબતે આંશિક છૂટછાટ આપે તો અમારા ધંધા-રોજગારને પણ નવજીવન મળી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024