દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશભરમાં સેવા અને સમપ્રણ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પાટણ તાલુકા ભાજપ દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં ધારપુર હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ૭૧ જેટલા અલગ અલગ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા પાટણ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર,હરિભાઇ પટેલ કાર્યક્રમના ઇન્ચાર્જ નરેશભાઈ પરમાર,હોસ્પિટલ
ના ડીન ડો યોગેશાનંદ ગોસ્વામી,સુપ્રીડેન્ટ ડો મનીષ રામાવત સહિત વિવિધ મંડળોમાં પ્રમુખ અને મહામંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.