વૈશ્વિક કોરોના મહામારીમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે માસ્ક પહેરવું ફરજીયાત હતું અને માસ્ક વગર જાહેરમાર્ગો પર ફરતાં લોકો સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરી એક હજાર રુપિયા જેટલો માતબર દંડ પણ વસુલવામાં આવતો હતો પરંતુ હાલ કોરોનાનું સંક્રમણ નહિવત થઈ જતાં પાટણ જીલ્લામાં એકપણ સકિ્રય કેસ જોવા મળતા નથી. જેને લઈ પોલીસ તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે
અને જાણકારોના અનુભવ મુજબ ત્રીજી લહેરની સંભાવના રહેલી છે ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું સંકટ હજુ ટળ્યું ન હોવાથી માસ્ક ફરજીયાત પહેરી રાખવાના આદેશો કરવામાં આવતા હોય છે
ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગૌરાંગ પરમાર શહેરના બગવાડા દરવાજા ખાતે વેકિસનેશન સેન્ટરની મુલાકાતે આવતાં તેઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. આમ, જો આરોગ્યના અધિકારી જ માસ્ક નહીં પહેરે તો આમ પ્રજા પાસે તો શું અપેક્ષાા રાખવી? જેથી સરકાર દ્વારા તમામ આરોગ્ય કર્મીઓ ફરજીયાત વેકિસનેશન સેન્ટર અને જાહેરમાર્ગો પર ફરતાં માસ્કનો ઉપયોગ કરે જેથી લોકો પણ તેઓનું અનુકરણ કરી ત્રીજી કોરોનાની લહેર સામે રક્ષાણ મેળવી શકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.