પાટણ ખાતે ગતરોજ મહિલા વર્ગને પેન્સીલ બનાવા તથા રુની દિવેટો બનાવવાનો હુન્નર શીખવવાનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણ શહેરના રસણીયાવાડામાં આવેલા મોચી સમાજના ચામુંડા માતાની વાડીમાં ગતરોજ પાટણ ગુજરાતી મોચી સમાજ પ્રેરિત જાગૃતિ મહિલા સખી મંડળ, સહકાર ભારતી, પાટણ નગરપાલિકા અને સરસ્વતી સેવા સમિતિ, પાટણ શહેરનાં સંયુકત ઉપક્રમે યોજાયેલી આ તાલીમ શિબિરમાં દરેક બહેનો માટે સ્વરોજગારી મેળવી પગભર થાય તે હેતુથી એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી. જેમાં વેલ્વેટ પેન્સીલ તથા રુની દિવેટ બનાવવાનું શીખવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નવસારીથી આવેલા નરેન્દ્રભાઈ પટેલ અને નિવૃત્ત આચાર્ય તથા સહકાર ભારતીનાં વિજયકુમાર ઉપાધ્યાયે પેન્સીલ અને દિવેટ બનાવવાનાં મશીનોનાં ઉપયોગથી આ ચીજો બનાવવાની તાલીમ આપી હતી. જેમાં આ તાલીમ મેળવ્યા બાદ જે વ્યકિત આ મશીનોની ખરીદી કરે તેને પાંચ વર્ષ સુધી રોમટીરીયલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હુન્નર કરનારને એક પેન્સીલ રુ.એકનું પારિશ્રમિક અપાય છે.

આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ મહિલાઓને પગભર બનાવવા સરકારશ્રીની વિવિધ યોજનાઓથી ઉપસ્થિત મહિલાઓને વાકેફ કરી પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, પાટણની સરસ્વતી સેવા સમિતિનાં સભ્યો જયેશ પટેલ, સુધરાઈ સભ્ય અલકાબેન મોદી સહિત પાટણ મોચી સમાજના પ્રમુખ દિનેશભાઈ જનસારી મહિલા મંડળની બહેનો, સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના પાટણ નગર સંયોજક જય રાણા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આયોજન જાગૃતિબેન જનસારી દ્વારા કરાયું હતું તથા આભારવિધી વાડી ટ્રસ્ટનાં નરેન્દ્રભાઈ પી. ચૌહાણે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024