પાટણ: સિધ્ધપુરના જુના પુલ નીચે ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર…
પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ ની ઓળખ વિધિ માટેની તજવીજ હાથ ધરી..
પાટણ જિલ્લાના સિધ્ધપુરના જુના પુલ નીચે શુક્રવારના રોજ કોઈ અજાણ્યા યુવાનની લટકતી લાશ મળી આવતા અને આ બાબતે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને નીચે ઉતારી તેનું પંચનામું કરી પીએમ અર્થે ખસેડી લાશ ની ઓળખ વિધિ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ સિદ્ધપુરના જુના પુલ નીચે કોઈ અજાણ્યા ઇસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોવા મળતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
આ બાબતની જાણ સિદ્ધપુર પોલીસને કરાતા તેઓએ ઘટના સ્થળે પહોંચી પુલ નીચે લટકતી લાશ ને નીચે ઉતારી તેનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી અજાણ્યા યુવાનની હત્યા કરવામાં આવી છે કે તેને જાતે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી તે બાબતેની તપાસના પોલીસ દ્વારા ચક્રો ગતિમાન બનાવવામાં આવ્યા છે.
પોલીસ તપાસ ચાલુ હોઈ મૃતક ની ઓળખ વિધિ હજુ સુધી થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધપુરના જુના બ્રિજ નીચે યુવાન ની લટકતી લાશ હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ