પાટણ શહેરના હાર્દસમા એવા બગવાડા દરવાજા પાસે નગરપાલિકાનું જકાતનાકુ આવેલું છે પરંતુ પાલિકા દ્વારા આ જકાન તાકાનો કોઈપણ ઉપયોગ ના કરાતાં તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોઈ તાજેતરમાં રાજય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા રસીકરણ માટે તેનો ઉપયોગ કરવાામાં આવી રહયો છે
ત્યારે આ પાલિકા સંચાલિત જકાતનાકુ ઘણા વર્ષોથી બનાવેલ હઈ જર્જરીત થઈ જવા પામ્યું છે. અને જકાતનાકાના ઉપરના ભાગેથી છાશવારે છત પડવાના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ગતરોજ ફરીથી જકાતનાકાની છતનો કેટલોક ભાગ ધરાશાયી થતાં તેની જાણ પાલિકા પ્રમુખને કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આ જગ્યા પર લોકોની અવર-જવર સહિત આરોગ્ય કર્મચારીઓની ચહલ-પહલ સતત રહેતી હોઈ જકાતનાકાની છત પડવાથી કોઈ મોટી જાનહાની ન સર્જાય તેવી રજૂઆત કરતાં પાલિકા પ્રમુખે તુરંત તેની પર એકશન લઈ બાંધકામના કનુભાઈને ઘટના સ્થળે મોકલી તેની જાત માહિતી મેળવી હતી.
ગણતરીના કલાકોમાં જ કોઈ જાનહાની થાય તે પૂર્વે તેની કામગીરી શરુ કરી ખવાઈ ગયેલા તમામ ભાગને પાડી દેવામાં આવ્યો હતો. જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની ન સર્જાય તે માટેના ત્વરીત પગલા ભરતાં સ્થાનિક વેપારી સહિત શહેરીજનોમાં પાલિકા પ્રમુખની કામગીરી સરાહનીય બની હતી.