પાટણ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રાની ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે જેના ભાગરુપે ભગવાનના ત્રણેય રથોની પોલીસ કરવામાં આવી રહી છે અને ભગવાન જગન્નાથ રથયાત્રા દિવસે પોલીસ કરેલા રથોમાં નગરચચાએ નિકળી ભકતોને દર્શન આપવાના છે

ત્યારે રથયાત્રાના દિવસે ભગવાનની પ્રસાદી રુપે મંદિર પરિસર ખાતે પાંચસો કિલો ચણા અને મગની પ્રસાદીની સાફ-સફાઈ બહેનો દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે મંદિરના પૂજારી કનુભાઈ મહારાજે જણાવ્યુ હતું કે રથયાત્રામાં આપવામાં આવતી પ્રસાદીની સાફ સફાઈ સહિત ત્રણેય રથોને પોલીસ કરી ચકચકીત કરવામાં આવી રહયા છે તદઉપરાંત મંદિર પરિસર ખાતે આંગીનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી ભગવાન જગન્નાથ રથયાત્રાના દિવસે નગરચચાએ નિકળી શહેરમાંથી કોરોના મહામારીને નાબુદ કરે તેવી આશા પણ વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024