પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલી કર્મભૂમિ સોસાયટી ખાતે ઘણા સમયથી દુગઁધ મારતું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી સોસાયટીના મેઈન ગેટ ઉપર ઉભરાય છે ત્યારે સ્થાનિક રહીશો આ સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ત્યારે લોડ પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી આ સમસ્યા સર્જાતી હોવાનું તંત્રનું કહેવું હતું ત્યારે વીજળીનો લોડ પણ માંગ્યો હતો તેની રકમ પણ જીઈબીમાં ભરાઈ ગઈ હોવા છતાં આ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ત્યારે ઘણા સમયથી નગરપાલિકા તંત્ર દ્વારા વાયદાઆે બતાવવામાં આવી રહયા છે. પણ આનું કાયમી નિરાકરણ કેમ આવતું નથી તે પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જ્યારે પણ ફોન કરીએ ત્યારે મોટર બળી ગઈ છે, હેલ્પર હાજર નથી, પાઇપ તૂટી ગઈ છે તેવા વિવિધ બાનાઆે ભૂગર્ભના કોન્ટ્રાકટરો દવારા બતાવવામાં આવી રહયા છે.
અને પોતાની જવાબદારીનું ભાન ભૂલી જતાં સ્થાનિક રહીશો આ સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે ચૂંટણી સમયે મોટા મોટા પાટણના રાજનેતાઆે આવી વાયદા બતાવી સ્થાનિક લોકોને છેતરીને પાલિકામાં સત્તા હાંસલ કરી લીધી છે. અને આ ભૂગર્ભ ગટરનું કાયમી નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવવાની ચૂંટણી સમયે સ્થાનિક લોકોને હૈયાધારણા પણ આપી હતી.
ત્યારે કર્મભૂમિ સોસાયટીના ઉભરાતા ગંદા પાણીના વાયદા બતાવનાર નેતાઆે આજે કોઈ દેખાતા નથી અને ફોન પણ ઉપાડતા નથી. કર્મભૂમિ સોસાયટી વિસ્તારના તમામ રહીશો તત્રાહિમાર પોકારી ઉઠયા છે ચોમાસા પહેલા આ ભૂગર્ભ ગટર નું પાણી ઉભરાતું બંધ નહીં થાય તો સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહયા છે.