એક બાજુ દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે બીજીબાજુ ઉતર ગુજરાત કોરું ઘાક્કોર છે. ઉતર ગુજરાતમાં વરસાદ ખેંચાતા વાવેતરને લઇને જગતનો તાત ચિંતામાં મુકાયો છે. પાટણ જીલ્લામાં વરસાદ ખેંચાતા માત્ર ચોથાભાગનુ જ વાવેતર થયું છે . હજુ પણ જગતનો તાત વાવેતર માટે વરસાદની વાટ જોઇ રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં અનરાઘારની સ્થિતિ સજાઇ છે. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં જગતના તાતે કરેલ વાવેતર પણ સંકટ મુકાયું છે. ત્યારે બીજીબાજુ હજું પણ ઉતર ગુજરાતમાં વાદળ વરસવાનું નામ નથી લઇ રહ્યા. ઉતર ગુજરાતમાં વરસાદ ખેંચાવાની સ્થિતિનું નિર્માણ શરુ થયું છે. પાટણ , મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જીલ્લામાં વરસાદની ઘટ ઉભી થઇ છે. જેને લઇને જગતનો તાત મુંજાવવા લાગ્યો છે.

ત્યારે માત્ર સામાન્ય વરસાદ થતાં ખેડૂતને આશા બંઘાઇ હતી કે સારો વરસાદ થશે અને દેવામાંથી બહાર નીકળશે. પરંતુ વરસાદ ખેંચાતા હવે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. તેટલું જ નહિ પાટણ જીલ્લાના સરહદી અને અંતરીયાળ એવા સાંતલપુર, વારાહી અને શંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર હજુ ૧૦ % જ વરસાદ નોંધાયો છે જેથી ખેતરમાં પડેલ માટીના ખોટ પણ ભાંગ્યા નથી અને જગતનો તાત વાવેતર માટે સારા વરસાદની રાહ જોઇને આકાશ તરફ મીટ માંડીને બેઠો છે.

પાટણ જીલ્લામાં નોંઘપાત્ર વરસાદ બાદ સમય વીતવા લાગ્યો છે અને વરસાદ ખેંચાયો છે. સામાન્ય રીતે ચોમાસું સીઝનમાં ૩.૩ર લાખ હેકટરમાં વાવેતર થાય છે પરંતુ હાલની સ્થિતિ મુજબ માત્ર ૧.૧ર લાખ હેકટરમાં જ ખરીફ વાવેતર થયું છે. જીલ્લામાં સામાન્ય રીતે પ૯૩ એમએલ વરસાદ થતો હોય છ જેની સામે ૧૭ર એમએલ જ વરસાદ નોંધાયો છે એટલે ખેતીવાડી વિભાગ પણ વાવેતરને લઇને સારા વરસાદની આશા રાખીને જીલ્લામાં સારા વાવેતરની આશા સેવી રહ્યું છે.આમ તો અષાઢ માસમાં વરસાદ મન મુકીને વરસે છે પરંતુ ચાલુ વર્ષે હજુ પણ અષાઢ વીતવા છતાંય વરસાદ વરસવાનું નામ ન લેતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. અને વરસાદની વાટ જોઇને બેઠો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024