પાટણ શહેરમાં (Patan City) છાશવારે ચોરીના (Theft) બનાવો પ્રકાશમાં આવતા હોય છે.ત્યારે પાટણ નગરપાલિકા હસ્તના આનંદ સરોવરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે. આનંદ સરોવરમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને વૃક્ષોના રક્ષણ માટે આનંદ સરોવર ફરતે લોખંડની ગ્રીલ નાખવામાં આવી હતી.
ત્યારે કોઈ અજાણ્યા ઈસમો શનિવાર મોડી રાત્રે આનંદ સરોવરની દીવાલ તોડીને એક લોખંડની ગ્રીલ લઈને રફુચક્કર થઈ જવા પામ્યા હતા જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે નગરપાલિકામાં જાણ કરવામાં આવી હતી.
તો આ ઘટનાને લઈ તંત્ર દ્વારા ફરિયાદ (Complaint) નોધાવવામાં આવી નથી. આ બાબતે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુંકે ગતમોડી રાત્રે આ ઘટના બની છે અને હાલમાં આ બાબતે કોઈપણ જાતની કાર્યવહી તંત્દ્વારા કરવામાં આવી નથી.
પાટણ શહેરમાં છેૡા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને પોલીસ દ્વારા કરવામાં આવતા રાત્રી પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી
- પાટણ: રો.ધનરાજભાઈ ઠકકરે પોતાના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અન્યોને પ્રેરણા પૂરી પાડી…