પાટણ જિલ્લામાં સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર બંદૂક સાથે ત્રણ આરોપી ઝડપાયા હતા, ત્યારે એક આરોપી ફરાર થઇ જવા પામ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ સ્વીફ્ટ ગાડીમાં ધાનેરાથી માતાના મઢ જઇ રહ્યા હતા.
પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરી આરોપીઓ પાસેથી મોબાઈલ, ગાડી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી.