સિદ્ઘપુર શહેર અને તાલુકાના બીલીયા અને નેદ્રા ગામેથી સિદ્ઘપુર પોલીસે ડિગ્રી વિનાના ત્રણ બોગસ તબીબોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
કોરોનાની બીજી લહેર બાદ પાટણ જિલ્લામાં પોલીસે બોગસ ડોકટરો સામે તવાઇ બોલાવી છે.

રાધનપુરના આેધવનગર, સરસ્વતીના ખલીપુર અને સમીના બાસ્પા ગામેથી એસ.આે.જી પોલીસે પાંચ દિવસમાં ત્રણ બોગસ ઊંટવૈદ્ય પકડ્યા બાદ સોમવારે સિદ્ઘપુર પોલીસે સિદ્ઘપુર શહેર, નેદ્રા અને બીલીયા ગામેથી વધુ ત્રણ બોગસ તબીબોને એલોપેથિક દવાઆે સાથે પકડી લીધા હતા. આ નકલી ડોક્ટરો માત્ર ધોરણ ૧૦ અને ૧ર સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં તેઆે દર્દીઆેને એલોપેથિક દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. છતાં આરોગ્ય તંત્ર કેમ ચૂપ હતું તેવા સવાલો ઉભા થયા છે.


સિદ્ઘપુર પંથકમાંથી સોમવારે પીઆઇ ચિરાગ ગોસાઈ અને તેમની ટીમે મેડિકલ ડિગ્રી કે સિર્ટફિકેટ વગર પ્રેિક્ટસ કરતા ત્રણ બોગસ ડોક્ટરો પકડી લીધા હતા. જેમાં સિદ્ઘપુર શહેરમાંથી હિતેન્દ્ર દશરથભાઈ ચૌહાણને પકડી લીધો હતો. તેણે ધોરણ ૧ર સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં બીમાર લોકોને તપાસી અનુમાન આધારે એલોપેથિક દવા અને ઇન્જેક્શન આપી બિમારલોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.

જ્યારે બીલીયા ગામેથી ખુશાલ સોમાભાઈ પ્રજાપતિને પકડી લીધો હતો. તે પણ ધોરણ ૧૦ પાસ હોવા છતાં મેડિકલ ડિગ્રી કે સિર્ટફિકેટ વગર પ્રેિક્ટસ કરતો હતો. જ્યારે નેદ્રા ગામેથી વસંતકુમાર રામબાબુ ગુપ્તાને પકડી લીધો હતો. તે પણ માત્ર ધો ૧ર પાસ હોવા છતાં મેડીકલ પ્રેિક્ટસ કરતો હતો.

આ ત્રણે બોગસ ડોક્ટર પાસેથી પોલીસે ઇન્જેક્શન, ગોળીઆે, બોટલો, સ્ટેથોસ્કોપ સહિત મેડિકલના સાધનો અને એલોપેથિક દવાઆેનો રૂ. ૩૪૩૪૮નો જથ્થો જપ્ત કર્યો હતો. તેમની સામે સિદ્ઘપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેવુ સિદ્ઘપુર પીઆઇ ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024