પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા મહોલ્લા – પોળો અને સોસાયટી વિસ્તારમાં ગત ટર્મની બોડીમાં મંજૂર થયેલા વિકાસના કામો નવીન બોડીના હસ્તે કરવામાં આવી રહયા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નં.૯માં આવેલી રામની શેરીથી મીઠાવાળી શેરી થઈ બળીયાપાડા સુધીનો રોડ ચોમાસામાં પેવર રોડ હોઈ વારંવાર તૂટી જતો હતો ત્યારે ગત ટર્મના ભાજપના કોપ્રોરેટર અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ડો.નરેશ દવેએ ૧૪મા નાણાપંચની ત્રણથી ચાર લાખની ગ્રાન્ટ મૂકી આ કામ મંજૂર કરાવ્યું હતું.
ત્યારે આ રોડ મંજૂર થતા ચોમાસા પૂર્વે અનેક લોકોને આવવા જવામાં તકલીફ ન પડે અને રોડ તૂટી ન જાય તે માટે ટિ્રમીક્ષા રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેથી વરસાદમાં પેવર રોડ તૂટીને ખાડા પડવાથી સ્થાનિક લોકોને હાલાકી પડતી હતી તે હાલાકીનો સામનો સ્થાનિક લોકોને રોડ બની ગયા પછી કરવો નહીં પડે તેવું ડો.નરેશ દવેએ જણાવ્યું હતું.
અને સુપરવાઈઝર વગર કોન્ટ્રાકટર દવારા કામ ચાલુ કરી દેવાતાં પણ તેની કવોલીટી અંગે વિવાદ સર્જાયો હતો. ત્યારે હાલ ચાલી રહેલા તમામ વિકાસના કામો જૂના ટર્મમાં મંજૂર થયેલા કામો ચાલતા હોવાથી નવીન ચૂંટાયેલા કોપ્રોરેટરો દવારા પણ વિકાસના કામો કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છ