પાટણ નજીક આવેલા સંખારી ગામનાં તળાવમાં ભેંસોને પાણી પીવડાવવા દાદા સાથે ગયેલા ત્રણ બાળકો પાણીમાં ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યું છે.
સંખારી ગામમાં જીઇબી પાસે રહેતા સંખારી ગામના ઠાકોર કુરાજી પોતાની ભેંસોને લઈ બપોરના સુમારે પાણી પીવડાવવા માટે પોતાના પૌત્ર, પૌત્રી અને ભાણીયાને સાથે લઇ ગયા હતા. જેમાં ઠાકોર પ્રવીણજી કુરાજી ઠાકોરનો પોત્ર અને પરેશજી ઠાકોરની પુત્રી અને એમનો ભાણિયો કોઈ કારણસર તળાવમાં પડી જતા પૌત્ર અને પૌત્રીનું તળાવમાં ડૂબવાથી મોત થયું હતું.
જયારે ભાણીયાને બચાવી લેવાયો હતો.ગામ તળાવમાં ત્રણ માસુમ ડૂબ્યા હોવાની જાણ થતાં આખુ સંખારી ગામ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. બનાવને લઇ પરિવાર ઉપર દુખનું આભ ફાટ્યું હતું. બનાવની જાણ ૧૦૮ને કરાતાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી
