પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.માં વર્ષ ર૦૧૮ માં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૩ વિધાર્થીઓએ નાપાસ હોવા છતાં રિ-એસેસમેન્ટ કરાવી પુરવણીઆે સાથે છેડછાડ કરી પાસ થવાનો મામલો તાજેતરમાં જ ચર્ચાએ ચડ્યો હતો. જે મામલો ૩ વિધાર્થીઓને ૧૦ દિવસની નોટીસ પાઠવી હતી કે, લેખીત ખુલાસો કરો કે, તમારું પરિણામ કરી દેવું જેથી આ ૩ પૈકીના વિધાર્થીઓએ યુનિ.ને બુધવારે લેખીતમાં ખુલાસો બંધ કવરમાં મોકલી આપ્યો છે.
જ્યારે હજુ પણ ૧ વિધાર્થીએ છે જેણે યુનિને કોઈ ખુલાસો નથી કર્યો જેથી હવે યુનિવર્સીટી આ વિધાર્થીઓ વિરૂદ્ઘ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
ર૦૧૮માં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૩ વિધાર્થીઓએ નાપાસ હોવા છતાં રિ-એસેસમેન્ટ કરાવી પુરવણીઆે સાથે છેડછાડ કરી પાસ થવાનો મામલો યુનિ.ની આંતરિક તપાસ સમિતિએ સોંપ્યો હતો. જેમાં વિધાર્થીઓએ ગેરરીતી આચરી હોવાની પણ ખાતરી થઈ હતી જેથી સરકાર દ્વારા ઉચ્ચકક્ષાની તપાસ ગૃહ સચિવ પંકજ કુમારને સોંપી હતી.
બીજી તરફ યુનિ.એ પણ તપાસ સમિતિના રિપોર્ટને આધારે આ ગુણ સુધારણા કૌભાંડમાં જે ૩ વિધાર્થીઓના નામ ખુલ્યા હતા તે ૩ વિધાર્થીઓને ૧૦ દિવસની નોટીસ પાઠવી હતી કે લેખીત ખુલાસો કરો કે તમારું પરિણામ કરી દેવું જેથી આ બે પૈકીના વિધાર્થીઓએ યુનિવર્સીટી બુધવારે લેખિતમાં ખુલાસો બંધ કવરમાં મોકલી આપ્યો છે.
જ્યારે હજુ પણ ૧ વિધાર્થી છે જેણે યુનિવર્સીટીને કોઈ ખુલાસો નથી કર્યો જેથી હવે યુનિ. આ વિધાર્થીઓ વિરૂદ્ઘ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
યુનિવર્સીટીના પરીક્ષા નિયામક મિતુલ દેલીયાના જણાવ્યા મુજબ બે વિધાર્થીઓએ બંધ કવરમાં ખુલાસો મોકલ્યો છે, પરંતુ તે ચકાસવાનો બાકી હોઈ ગુરૂવારે ખબર પડશે કે તેઆેએ શું ખુલાસો લખીને મોકલ્યો છે.